Narsinh Mehta na Bhajan ગુજરાત માં ખુબ જ લોક પ્રિય છે. અહી રોજ સવારે અને સાંજે નરસિંહ મહેતાના ભજન વગાડવામાં આવે છે અને ગવાય પણ છે. સવારે નરસિંહ મહેતા દ્વારા લખાયેલ પ્રભાતિયા વગાડવા માં આવે છે. લોકો સવારે દુર્યોદય પહેલા નરસિંહ મહેતા ના પ્રભાતિયા વગાડે છે. અને ભગવાનની આરાધના કરે છે. આજ ના આ લેખ માં આપડે Narsinh Mehta na Bhajan ની ગુજરાતી માં pdf અને song આપીશું.
આપડી ગુજરાતી ભાષાના વિકાસ નો શ્રેય ગુજરાત ના આદ્ય કવિ નરસિંહ મેહતા ને જાય છે. નરસિંહ મેહતા એ આજ થી 500 વર્ષ પહેલા પોતાના ભજન દ્વારા ગુજરાતી ભાષા ને વિકસાવી હતી. ત્યાર બાદ ગુજરાતી ભાષા ગુજરાત માં બોલાવા લાગી.
નરસિંહ મહેતા ના ખુબ જ લોક પ્રિય ભજન જે લોકો ને ખુબ પસંદ છે તે ના ગુજરાતી માં Lyrics નીચે આપેલ છે અને સાથે સાથે નીચે અમુક song પણ આપેલ છે જેને તમે ડાઉનલોડ પણ કરી શકશો.
Narsinh Mehta na Bhajan in Gujarati - નરસિંહ મેહતા ના ભજન
Narsinh Mehta na Bhajan
આમ તો નરસિંહ મહેતા ના ઘણા બધા ભજનો છે પણ અમુક જે ખુબ જ લોક પ્રિય ભજનો છે તે અહી આપવામાં આવ્યા છે. નીચે Narsinh mehta na Bhajan ના Lyrics અને Song બંને આપ્યા છે. નરસિંહ મેહતા એક કૃષ્ણ ભક્ત હતા અને તેઓ ગુજરાતી સાહિત્ય માં પોતાનું મહત્વ નું યોગદાન ધરાવે છે. નરસિંહ મેહતા ના ખુબ જ પ્રખ્યાત ભજનો, પદો, ભક્તિ કાવ્ય અને પ્રભાતિયા અહી આપેલા છે.
Narsinh Mehta na Bhajan, Pado, Prabhatiya, Bhakti Kavy doha Lyrics in Gujarati – Narsinh Mehta na Prabhatiya Bhajan Pado Lyrics PDF Download 2023
1. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ના આણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે…..વૈષ્ણવ જન
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે…..વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે…..વૈષ્ણવ જન
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે…..વૈષ્ણવ જન
Vaishnav jan To Tene Kahiye mp3 Song – Narsinh Mehta Bhajan
2. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ સહાશે ? … જાગને
જમુનાજીના તીરે ગૌધણ ચારતા
મધુરીશી મોરલી કોણ વા’શે ?
ભણે મહેતો નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝવે
બૂડતાં બાંવડી કોણ સહાશે ? … જાગને
Jagne Jadava Krushn Govaliya MP3 song – Narsinh Mehta Bhajan
3. નાગર નંદજીના લાલ !
નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથણી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી… નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા… નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ !
Nagar Nandaji Na Lal mp3 Song – Narsinh Mehta Bhajan
4. વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.
તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.
તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.
Va Vaya ne Vadal Umatya mp3 Song – Narsinh Mehta Bhajan
Gujarati Narsinh Mehta na Bhajan pdf Download
Narsinh Mehta na Bhajan in Gujarati PDF | Gujarati Bhajan | Gujarati Prabhatiya | Narsinh Mehtana Prabhatiya | Narsinh Mehta Bhajan Lyrics | Narsinh na Mehta Bhajan PDF | Gujarat na Bhajano | Prabhatiya | Narsinh Mehta Bhajan PDF Download | Gujarati Narsinh mehta Bhajan | Mira Bai na Bhajan | Narsinh Mehta na Bhajan Lyrics